Thursday, September 17, 2020

રાજપૂત યુગ, રાજપૂત યુગના શાસકો અને વંશો વિશે જાણવા જેવું તથા જનરલ નોલેજ

નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારની તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

 રાજપૂત  યુગ, રાજપૂત યુગના શાસકો અને વંશો વિશે જાણવા જેવું તથા જનરલ નોલેજ 

() સામંત કોને કહેવાય?

     રાજપૂત યુગમાં જે તે પ્રદેશની કરવસુલી જેને સોંપવામાં આવતી તેને સાંમત કહે છે.

 

() ઉત્તર ભારતમાં કયા કયા શાસકોનો ઉદય થયો?

    ગુર્જર,પ્રતિહાર,પાલ,ચાલુક્ય,પરમાર,ચૌહાણ

 

() દક્ષિણ ભારતમાં કયા કયા શાસકોનો ઉદય થયો?

     પલ્લવ,રાષ્ટ્રકૂટ,કલ્યાણીના ચાલુક્યો,ચેર,પાંડ્ય અને ચોલ

 

() પૂર્વ મધ્ય કાળ કોને કહે છે?

     આઠમી થી બારમી સદીના સમયકાળને પૂર્વ મધ્યકાળ કહે છે.

 

() પૂર્વ મધ્યકાળના મધ્યયુગીન શાસકોને કેટલાં વિભાગમાં વહેચવામાં આવે છે?કયા કયા?

    બે () ઉત્તર ભારતનાં રાજ્યો  () દક્ષિણ ભારતનાં રાજ્યો

 

() હર્ષ પછી કનોજમાં કોણ રાજા થયું હતું?

     યશોવર્મા

 

()પ્રતિહાર વંશના શક્તિશાળી શાસકનું નામ આપો.

    મિહિરભોજ

 

() માળવામાં કયા વંશનું શાસન ચાલતું હતું?

    પરમાર

 

() માળવાનાં મુખ્ય શહેરોના નામ જણાવો.

     ઉજ્જૈન અને ધારાનગરી

 

(૧૦) પરમાર વંશના શાસકના નામ જણાવો.

     મુંજ અને ભોજ

 

(૧૧) બિહાર અને બંગાળમાં કયા વંશના શાસકો શાસન કરતાં હતાં?

     પાલ અને સેન વંશ

 

(૧૨) રજસ્થાનમાં કયા વંશન રાજપૂત સરદારો શાસન કરતાં હતાં?

      ચૌહાણ

 

(૧૩) બારમી સદીમાં શાકંભરી રાજ્યમાં કોણ ગાદીએ આવ્યું?

      અજયરાજ શાકંભરી

 

(૧૪) શાકંભરીએ કયા નગરની સ્થાપના કરી હતી?જે પાછળથી કયા નામે ઓળખાયું?

     અજયમેરુ પાછળથી અજમેર

 

(૧૫) ચૌહાણ વંશના શાસકોએ કયા રાજ્ય સ્થાપ્યું?

    તોમરની રાજધાની ઢીલક (દિલ્લી)

 

(૧૬) ચૌહાણ વંશમાં થયેલ પ્રતાપી રાજાના નામ આપો.

    પૃથ્વીરાજ  ત્રીજો અથવા રાયપિથોરા

 

(૧૭) પૃથ્વીરાજ રાસો નામનું મહાકાવ્ય કોણે લખ્યું હતું?

    ચંદબરદાઈ

 

(૧૮) પૃથ્વીરાજ રાસો મહાકાવ્યમાં કોની વિરકથા આલેખવામાં આવી છે?

    પૃથ્વીરાજ ચૌહાણ

 

(૧૯) મેવાડમાં કોનું શાસન હતું?

    ગોહિલ પુત્રો

 

(૨૦) મેવાડના ગોહિલો પાછળથી કયા નામે ઓળખાયા?

    સિસોદીયા રાજપૂત

 

(૨૧) ગોહિલ વંશના સ્થાપકનું નામ જણાવો.

   બપ્પ રાવળ

 

(૨૨) ચેદી વંશના શાસકો કયા રાજ્ય કરતાં હતાં?

     મધ્યપ્રદેશમાં નર્મદા નદીના દક્ષિણે જબલપુર આસપાસ

 

(૨૩) અણહિલવાડ પાટણમાં કયા વંશના શાસકનું શાસન હતું?

     ચાવડા વંશ અને પછી સોલંકી વંશનું શાસન

 

(૨૪)પલ્લવ વંશના શાસકોમાં શક્તિશાળી શાસકનું નામ જણાવો.

    નરસિંહવર્મા

 

(૨૫) કૈલાસનાથ મંદિરનું બાંધકામ કયા થયું હતું?

     કાંચી

 

(૨૬) ચોલ વંશની રાજધાનીનું નામ જણાવો.

    તાંજોર

 

(૨૭) ચોલ વંશમાં રાજ્ય વહીવટની સુંદર વ્યવસ્થા કરનાર કોણ હતું?

    રાજરાજ પ્રથમે

 

(૨૮) રાજરાજ પ્રથમે રાજ્યવહીવટમાં શેનો આરંભ કર્યો હતો?

    જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્ય

 

(૨૯) કશ્મીરમાં કયા વંશના શાસકો શાસન કરતાં હતાં?

    ઉત્પલ

 

(૩૦) કામરૂપમાં કયા વંશના શાસકો શાસન કરતાં હતાં?

      સાલાન્ભ, હર્જરવર્મા, વનમાલવર્મા

 

(૩૧)પ્રતિહાર વંશમાં કયા રાજાઓ થઇ ગયા?

    નાગભટ્ટ પ્રથમ, દેવરાજ, મિહિરભોજ, મહેન્દ્રપાલ

 

(૩૨) ગાંધારમાં કયા વંશના શાસકો શાસન કરતાં હતાં?

   શાહિયા

 

(૩૩) બુંદેલ ખંડમાં કોનું શાસન હતું?

    ચંદેલો

 

(૩૪) દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થતાં કયો વંશ સત્તા પર આવ્યો હતો?

   રાષ્ટ્રકૂટ

 

(૩૫)રાષ્ટ્રફૂટનો અર્થ શું થાય છે?

    રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી

 

(૩૬)રાષ્ટ્રફૂટમાં થયેલ શક્તિશાળી શાસક જણાવો.

   ગોવિંદ ત્રીજો

(૩૭) દક્ષિણમાં અતિ પ્રાચીન રાજ્ય કોને ગણવામાં આવે છે?

    પાંડ્ય

(૩૮) મેગસ્થેનીસ નામના વિદેશ પ્રવાસીએ પાંડ્ય વંશ વિશે શું લખ્યું છે?

     આ જાતિનું શાસન સ્ત્રીઓ કરતી હતી.

(૩૯) પાંડ્ય રાજ્ય કયા હતું?

    તમિલનાડુ

(૪૦) ચેરનું બીજું નામ જણાવો.

    કેરલ

(૪૧) ચેર વંશનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો?

    અથન બીજો

(૪૨) વાતાપીમાં કયા વંશના શાસકો હતાં?

    ચાલુક્યો

(૪૩) માન્યખેટમાં કયા વંશના શાસકો હતાં?

    રાષ્ટ્રકૂટો

(૪૪) દ્વારસમુદ્રમાં કયા વંશના શાસકો હતાં?

    હોયસલો

(૪૫) દેવગીરીમાં  કયા વંશના શાસકો હતાં?

     યાદવો

(૪૬) તાંજોરમાં  કયા વંશના શાસકો હતાં?

    ચોલ

(૪૭) રાજપૂતોના ખાસ ગુણો કયા કયા હતાં?

   મરવું પણ ડરવું નહિ, શરણે આવે તેનું રક્ષણ કરવું, સત્ય બોલવું અને સત્ય માટે લડી લેવું

(૪૮) ચોલ વંશના રાજાએ કોની ઉપર ચડાઈ કરી હતી?

     સીલોન (લંકા)

(૪૯) ચોલ વંશનું શાસન કયા હતું?

    દક્ષિણમા

(૫૦) ચોલ વંશના શાસકો પાસે શું હતું?

    શક્તિશાળી નૌકાદળ

 (૫૧) રાજા ભોજને બીજા કયા નામે ઓળખાતા?

     મિહિરભોજ


No comments:

Post a Comment