Thursday, September 17, 2020

આદિ માનવ અને પ્રારંભિક માનવ જીવન વિશે જાણવા જેવું જનરલ નોલેજ

 નમસ્કાર મિત્રો,

      આપનું સ્વાગત છે. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ અહી આપવામાં આવ્યું છે.GPSC,UPSC, તલાટી,પોલીસ, વગેરે જેવી પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ છે.

gk in gujarati, general knowledge in gujarati 

આદિ માનવ અને પ્રારંભિક માનવ જીવન વિશે જાણવા જેવું જનરલ નોલેજ 

       () પ્રારંભિક માનવજીવનને કેટલાં યુગમાં વિભાજીત કરી શકાય?કયા કયા?

           ત્રણ  ()  આદિ પાષાણ યુગ

                 () મધ્ય પાષાણ યુગ

                () નુતન પાષણ યુગ

 

      () આદિ પાષાણ યુગને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે?

         અન્ન સંગ્રાહક તબક્કો

 

     () નુતન પાષાણ યુગને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે?

       અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો

 

    () આદિ માનવ પોતાનાં ઓજારો શેમાંથી બનાવતો હતો?

        પથ્થરો,લાકડાં,હાડકાં

 

    () આદિ માનવ ઓજારોની ઉપયોગ શેના માટે કરતો હતો?

       વસ્તુઓને કાપવા અને છુંદવા

 

    () આદિ માનવ આગનો ઉપયોગ શેના માટે કરતો હતો?

        પ્રકાશ માટે,ખોરાક પકવવા માટે કે હિંસક જાનવરોને દુર ભગવવા માટે

 

     () માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે?

         ચક્રની શોધ

 

    () આદિ માનવ ગુફામાં કેમ રહેતો હતો?

        સારા પથ્થર મળે તથા સલામતીનો અનુભવ થાય

 

    () આદિ માનવના વસવાટ હોવાના પુરાવાઓ ક્યાંથી મળ્યા છે?

        મધ્ય પ્રદેશમાં નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમ બેટકાની ગુફાઓમાં

 

   (૧૦) લઘુ પાષાણ યુગના પ્રાણીઓનાં હાડકાં ક્યાંથી મળી આવ્યાં છે?

         સાબરમતી પ્રદેશનું લાંઘણજ અને આખજ તેમજ મહી નદીના પ્રદેશના અમરાપુરમાંથી

 

    (૧૧) પથ્થર માંથી કેવાં કેવાં ઓજારો બનવવામાં આવતાં હતાં?

        બાણ,ભાલા,તીર,તથા કાપવા અને છુંદવાના ઓજારો

 

    (૧૨) કઈ  સંસ્કુતિમાં કાંસાની કળા વિકસી હતી ?

        હડપ્પીય સંસ્કૃતિ


No comments:

Post a Comment